જે કોઈ
દુ:ખમાં હેરાન કે દુખી | તેમને કહે જે પોતાના ||૧||
તે જ
સાધુ ઓળખવો | દેવ ત્યાં જ જાણ્વં || ધૃ||
મૃદુ
સબાહ્ય નવનીત | તેવું સજ્જનોનું ચિત્ત ||૨||
તે જ
સાધુ ઓળખવો | દેવ ત્યાં જ જાણ્વં || ધૃ||
જેને
આશ્રય નથી | તેને ધરે જે હૃદયે ||૩||
તે જ
સાધુ ઓળખવો | દેવ ત્યાં જ જાણ્વં || ધૃ||
દયા
કરવી જે પુત્રને | તેવી જ દાસ દાસીને ||૪||
તે જ
સાધુ ઓળખવો | દેવ ત્યાં જ જાણ્વં || ધૃ||
તુકા
કહે કહેવં કેટલું | તે જ ભગવાનની મુર્તિ ||૫||
તે જ
સાધુ ઓળખવો | દેવ ત્યાં જ જાણ્વં || ધૃ||
અનુવાદ
: નિળકંઠ પંચભાઈ
ચિત્ર
: ભાસ્કર હાંડે
|