ખરું જોતા સંત તુકારામ જેવા મહાપુરુષનુ લખાણ,
તેમનો ઉપદેશ એક
ગામ, પ્રાંત કે દેશ માટે ઉપયોગી ન
હોઈ સમસ્ત માનવજાતિ માટે તેનો
ઉપયોગ છે.માનસ-
માત્રાનાં કલ્યાણ અને ઉન્નતિના નિયમો આને ઉપાયો
એમાં બતાવેલા હોય છે. જીવનમાં જે વિષયોને મહત્ત્વ
આપીને તેમણો
પોતાનું જીવન ખર્ચ્યું હોય છે તે વિષયોને
સમસ્ત માનવજાતિના
કલ્યાણ સાથે સંબંધ હોય છે.
તેથી ચારિત્ર્યવાન, ઈશ્વરનિષ્ઠ અને સદ્ગુણ સંપન્ન
પુરુષને કયારે પણ એકાદ ગામના કે પ્રાંતના ન માનતાં
સમસ્ત જગતના આપણે માનવા જોઈછે. કારણ કે એ
સંપત્તિ સમસ્ત માનવજાતિની છે.
સંત તુકારામના જેટલી ખ્યાતી કોઇ પણ સંતને પ્રાપ્ત
થયેલી નથી.
સંસારનો ત્યાગ ન કરતા તેમણે પરમાર્થ
પ્રાપ્તી કરી લિધી . સાદી લોકભાષામાં અભંગો રચીને
લોકાને ઉપદેશ કર્યો. ઉત્કટ ભક્તિભાવના,
નિરપેક્ષતા
અને
સરળતા તેમના મહાન ગુણોથી લોકો તેમના આકર્ષાયા.
લોકોને તેઓ અત્યંત પૂજનીય થયા
... તેમના અભંગોમાં,
તેમના ઉદ્ગારોમાં ઈશ્વરપ્રાપ્તિની વ્યાકુળતા ઉત્પન્ન
કરવાનું સામર્થ્ય છે અને જ્ઞાન આપીને તેને
શાંત કરવાની
પણ શક્તિ છે. જેઓ તેમનો અભ્યાસ કરશે આ પ્રકારનો
અનુભવ આવ્યા વગર રહેશે નહીં.
કેદારનાથ.
સંત તુકારામ ચરિત્ર -
કેદારનાથ
|